Monday, October 6, 2008

From પરદેશ - Mr. & MrsBhadresh Shah form USA

સફળતાનો પીનકોડ ગૂજરાતી,
સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી.

કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી,
એકડાનો કરે બગડો ગૂજરાતી.

નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી,
સિદ્ધિઓ ની વડવાઇ ગૂજરાતી.

લોટો લઇને દૈ દે ઘડો ગૂજરાતી,
વખત પડે ત્યાં ખડો ગૂજરાતી.

દુશ્મનને પડે ભારે ગૂજરાતી,
ડૂબતાને બેશક તારે ગૂજરાતી.

એસ્કિમોને ફ્રીજ વેચે ગૂજરાતી,
ક્યાંક કંપની નામે ઢેંચે ગૂજરાતી.

દેશમાં ABC ની હવા ગૂજરાતી,
પરદેશમાં ઓ મશ્રી સવા ગૂજરાતી.

પાછાં પગલાં ના પાડે ગૂજરાતી,
કાંકરામાંથી ઘઉં ચાળે ગૂજરાતી.

ફાફડા ઢોકળાં ઘારી ગૂજરાતી,
પાનની સાયબા પિચકારી ગૂજરાતી.

એની ડીંગમાંયે કૈંક દમ ગૂજરાતી,
હર કદમ પર વેલકમ ગૂજરાતી.

ગાંધી, મુનશી સરદાર ગૂજરાતી,
ક્ષિતિજની પેલે પાર ગૂજરાતી


Mail recived from પરદેશ - Mr. & MrsBhadresh Shah,
form USA
Friends at USA ..ENJOYING Garba ..

Hi Doctor..


No comments:

Post a Comment