સાણંદે નેનો માટે લાલ જાજમ બિછાવી
ગુજરાતમાં નેનોનું આગમન
તાતા મોટર્સની એક લાખ રૃપિયાની મહત્ત્વાકાંક્ષી ‘નેનો’ કારના ઉત્પાદનનો પ્રોજેક્ટ ગુજરાતના સાણંદમાં સ્થપાવાનો છે તેના સમાચાર જાણ્યા પછી અહીંના આસપાસના બધા જ ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રોજેક્ટની ૧૦૦૦ એકર જમીન આણંદ ખેતીવાડી યુનિર્વિસટીના કેમ્પસમાં ગોચરના મેદાનમાંથી આપવાનું નક્કી થયું છે. ખેડૂતોએ તે ઉપરાંત પ્રોજેક્ટ પર જવા -આવવા માટેના રસ્તાઓ વગેરેના બાધકામ માટે તેમનાં ખેતરોની જમીન આપવી પડે તો તે આપવાની તૈયારી દર્શાવી હતી.
આણંદ ખેતીવાડી યુનિર્વિસટીની પાસે જ ખેતર ધરાવતા મલાણા ગામના ખેડૂત ભરતભાઈ વાઘેલાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે હું મારું ખેતર પ્રોજેક્ટ માટે જરૃર પડે તો આપવા તૈયાર છું. અમે નેનોના પ્રોજેક્ટનું સ્વાગત કરીએ છીએ. આસપાસના ખેડૂતોમાંથી કોઈએ પણ નેનોનો વિરોધ કર્યો નથી. ભરતભાઈની વાતને ટેકો આપતા ખેડૂતમાંથી ઉદ્યોગપતિ બનેલા રવુભાઈ વાઘેલાએ કહ્યું હતું કે પ્રોેજેક્ટ પર જવા માટે એપ્રોચ રોડ જ્યાંથી નીકળવાની શક્યતા છે તે ખોડા અને નારણપુર ગામોમાં મારી જમીન છે. તે સરકારને જરૃર પડે તો ભલે લઈ લે.
No comments:
Post a Comment