18 2009 નડિયાદમાં યોજાયો ‘હાસ્યહિલ્લોળ’નો વિશિષ્ટ કાર્યક્રમ
ફ્રૅન્ડઝ ગ્રુપ, નડિયાદના ઉપક્રમે ‘હાસ્યહિલ્લોળ’નો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર શ્રી જીતુભાઈ દ્વારકાવાળાએ હાસ્યરસમાં શ્રોતાઓને તરબોળ કર્યા હતા જ્યારે લોકસાહિત્યકાર શ્રી ગોપાલ બારોટે હાસ્યરસની લોકસંસ્કૃતિની ભાતીગળ વાતો કરી હતી. કાર્યક્રમનું ઉદ્દઘાટન જિલ્લા ન્યાયાધીશ શ્રી. આર. એમ. પરમારે કર્યું હતું. જ્યારે શ્રી જે.વી. જોશી (નાયબ વનસંરક્ષક) અને શ્રી અમરસિંહ પરિહાર (મૅનેજર, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા) અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. મુખ્ય મહેમાન પદે શ્રીમતી દિપલબહેન અમીન (પ્રમુખશ્રી, નડિયાદ નગરપાલિકા) અને શ્રી કનુભાઈ શાહ (ટ્રસ્ટી, ડુમરાલ બજાર સદાવ્રત ટ્રસ્ટ) બિરાજ્યા હતા. આયોજન વિનોદ પટેલ, ભરત પટેલ અને હિતેશ પટેલનું હતું.
No comments:
Post a Comment