Saturday, February 7, 2009

વાસ્તુ દોષ દૂર કરો


આપણા જીવનમાં વાસ્તુનું મહત્વ ખુબ જ જરૂરી છે. આ વિષયમાં જ્ઞાન અતિઆવશ્યક છે. વાસ્તુ દોષથી વ્યક્તિના જીવનમાં ખુબ જ સંકટ આવે છે. આ સમસ્યાઓ ઘરની સુખ-શાંતિ પર પ્રભાવ નાખે છે. તમે નિમ્ન વ્યવસાય સ્થળ તથા નિવાસમાં પરિવર્તન કરીને લાભ ઉપાડી શકો છો.


* શયન કક્ષમાં એઠા વાસણ રાખવાથી ઘરની મહિલાના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે તથા પરિવારમાં ક્લેશ પણ થાય છે.

* શયન કક્ષમાં પાણી અથવા ભારે વસ્તુ ન રાખો.

* શયન કક્ષમાં ગંદા વ્યસન કરવાથી આપની પ્રગતિમાં વિધ્નો આવશે.

* સીડી નીચે બેસીને કોઈ પણ કાર્ય ન કરો.

* કોઈ પણ દ્રાર પર અવરોધ ન હોવો જોઈએ.

* પ્રવેશ દ્વાર તરફ પગ રાખીને સુવુ ન જોઈએ. લક્ષ્મીનું અપમાન થાય છે.

* કોર્ટ કેસની ફાઈલ મંદિરમાં રાખવાથી કેસ જીતવામાં મદદ મળે છે.

* સ્વર્ગવાસી વૃદ્ધોની તસ્વીર હમેશા દક્ષિણ દિશામાં જ લગાડવી જોઈએ. ઘરમાં ઘડિયાળના સેલ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ કારણ કે, તેના ધીરે થવાથી ગૃહસ્વામીનું ભાગ્ય પણ ધીરે ચાલશે.

* પલંગ ક્યારેય પણ દીવાલ સાથે મેળવીને ન રાખો. તેનાથી પતિ-પત્નિમાં ઝગડો થાય છે.

* કોઈ પણ ભવ્બનનું ત્રણ માર્ગો પર હોવું અશુભ હોય છે. આ દોષ માટે ચારેય દીવાલો પર અરીસો હોવો જોઈએ.

* જો કોઈ લાંબા સમયથી બીમાર હોય તો નૈઋત્ય કોણ (દક્ષિણ-પશ્ચિમ કા કોના) માં સુવુ જોઈએ. ઈશાત કોણમાં ઠંડુ પાણી રાખવાથી વ્યક્તિ ખુબ જ જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

* ઘરના મુખ્ય દ્વાર પર કાળા ઘોડાની નાળ, દુર્ગા યંત્ર, ત્રિશક્તિ, અંદર અને બહારની તરફ ગણપતિ અને દક્ષિણમુખી દ્રાર પર હનુમાનજીની તસ્વીર અથવા ભૈરવ યંત્ર લગાડીને લાભ લઈ શકાય છે. તેને લગાડવાથી ઉપરી હવાથી બચી શકાય છે.

* દવા હમેશા ઈશાન કોણમાં રાખવી જોઈએ. દવા લેતી વેળાએ મુખ પણ આ કોણમાં રાખવું જોઈએ તેનાથી દવા જલ્દી અસર કરે છે અને રોગી જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

* જો કોઈ ભવન એસ વળાંક પર છે તો તે શુભ છે.

No comments:

Post a Comment