* * *
છોડવાનું હોય છે ગોકુળ બધાને આખરે
ઍ જ કરતું હોય છે વ્યાકુળ બધાને આખરે
ઝાડ જેવું હોય છે અસ્તિત્વ આ પણ આપણું
વિસ્તરે છે સ્થૂળ દાટી મૂળ બધાને આખરે
આપણી આ ગડમથલ તો છે અભિવ્યક્તિ તણી
વ્યક્ત થાવું હોય છે જળમૂળ બધાને આખરે
ઝાંઝવા પાછળ બહું ભટકો પછી સમજાય છે..
અર્થ રણનો વિસ્તરેલી ધૂળ બધાને આખરે.
દોરવાનું હોય છે ગતિના ગણિત આ કાળથી -
ઝિન્દગીના નામનું વર્તુળ બધાને આખરે.
from..USA
Dr.Bhadresh Shah
No comments:
Post a Comment