Thursday, September 18, 2008

નડિયાદમાં બે ઈંચ: ચરોતરમાં ધીમી ધારનો વરસાદ

નડિયાદ:
ચરોતર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ઝરમરીયા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. છેલ્લા ચોવીસ કલાકના આંકડા જોતાં ખંભાતમાં ૨ ઇંચ, તારાપુરમાં દોઢ ઈંચ, આણંદ-પેટલાદ અને સોજિત્રામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જ્યારે ખેડા જિલ્લામાં માતર તાલુકામાં સવારે સાતથી સાંજના ચાર વાગ્યા સુધીમાં ૨૦ મીમી, ખેડામાં ૧૬ મીમી વરસાદ પડયો છે. ભાદરવા મહિનામાં પડી રહેલા વરસાદને કારણે કપાસના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ચરોતર વિસ્તારમાં છેલ્લાં ત્રણ દિવસથી ચાલુ રહેલી વરસાદની હેલીએ જનજીવનને પ્રભાવિત કર્યું છે. ત્યારે છેલ્લા એક સપ્તાહથી ચરોતરનાં આણંદ, વલ્લભવિદ્યાનગર, નડિયાદ, ડાકોર, ખંભાત, પેટલાદ, મહેમદાવાદ સહિતના સ્થળોએ ઝરમરીયા રૃપે કે સાંબેલાધારે વરસેલા વરસાદે ખેડૂતોમાં આનંદ છવાયો છે. જો કે તમાકુ, કેળ સહિતના કેટલાક પાકો નિષ્ફળ જવાની કે ધોવાણ થવાની ભીતિ સેવાઇ રહી છે. છતાં ભાદરવાના પ્રખર તાપ વચ્ચે મોસમના પાછોતરા વરસાદે શિતળતા પ્રસરાવી છે.

જો કે મૌસમના પાછોતરા વરસાદે ખેડૂતોમાં આનંદ અને નિરાશાનો મિશ્ર માહૌલ ખડો કર્યો છે. એક તરફ ખેતરમાં જરૃરી પાણીની ઉપલબ્ધિ અને તમાકુ, કેળ સહિતના પાકોમાં વરસાદે ઉભી કરેલી નિષ્ફળતાની સ્થિતિને લઇને ઉત્સાહ અને હતાશાનો સૂર પ્રગટયો છે. તેમ છતાં ચાલુ સપ્તાહમાં મંડાયેલી ભાદરવાની હેલીએ ચરોતરવાસીઓમાં ઉત્સાહ અને શીતળતાનો આવિર્ભાવ જન્માવ્યો છે એ હકીકત પણ એટલી જ સત્ય છે.

Artical and Photo..
Reff. By : કલ્પેશ B Positive, Member

No comments:

Post a Comment